Vada Pav Dhokla: વડા પાવ ઢોકળાની યુનિક રેસીપી


By Vanraj Dabhi16, Sep 2024 04:09 PMgujaratijagran.com

વડા પાવ ઢોકળા

વડા પાવ તો દરેક લોકોએ ખાધા હશે, પરંતુ આજે અમે તમે વડા પાવ ઢોકળાની અદ્ભુત રેસીપી જણાવીશું.

સામગ્રી

સોજી, દહીં, મીઠું, ઈનો, તેલ, બાફેલા બટાકા, આદુ-મરચા લસણની પેસ્ટ, હળદર, રાઈ, મીઠા લીમડાના પાન, આમચૂર, ધાણા જીરું, મીઠું, કોથમીર, લાલ મરચૂ પાવડર, મગફળી, તલ, કોપરું.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં રવો,દહીં,પાણી ઉમેરીને મિક્સ કરીને સેટ થવા દો.

સ્ટેપ-2

હવે તેમાં મરચાની પેસ્ટ,તેલ,મીઠું,ફ્રુટ સોલ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે સ્ટીમરની મોલ્ડને તેલથી ગ્રીસ કરીને તેમાં બેટર રેડીને સ્ટીમ કરો.

સ્ટેપ-4

હવે એક મિક્સર જારમાં મગફળીના દાણા,તલ,મરચું પાવડર ઉમેરીને પીસી લો.

સ્ટેપ-5

હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ,મરચાની પેસ્ટ,મીઠા લીમડાના પાન,હળદર,હિંગ સાંતળીને બટેટાની મેશ,ધાણાજીરું,મીઠું,આમચૂર પાવડર મિક્સ કરી લો.

સ્ટેપ-6

હવે ઢોકળાને છરી વડે બે ટુકડા કરી તેના પર લીલી ચટણી લગાવીને તૈયાર કરેલ મસાલામાંથી ટીક્કી બનાવીને ઢોકળા પર મૂકીને નોન સ્ટીક પેન પર ગરમ કરી લો.

સર્વ કરો

તૈયાર છે વડા પાવ ઢોકળા, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Nylon Khaman: નાયલોન ખમણ બનાવવાની યુનિક રેસીપી