સુરત અને વલસાડની પ્રખ્યાત વાનગી ઉંબડિયું આખા ગુજરાતમાં વખણાય છે, આ વાનગીને ઘરે ટ્રેડિશનલ રીતે બનાવવાની રેસીપી જાણી લો.
સુરતી પાપડી, બટાકા, રીંગણા, શક્કરીયા, જાંબલી રતાળુ અને કલ્હાર વનસ્પતિ.
લીલું લસણ, ધાણાજીરું, લીલા મરચાં, હળદર, મીઠું અને લીંબુનો રસ.
ઉબડિયું બનાવવા માટે સૌ પ્રથમ તમામ સામગ્રીને એક મટકામાં ભરવાની છે.
જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાંદડા, લાકડા-લાકડીઓ અને છાણાં રાખો
હવે માટલું તેના પર ઊંધું રાખીને ત્યાર બાદ તેમાં જ્યોત પ્રગટાવો.
સામગ્રીઓથી ભરેલ માટલાને ભઠ્ઠામાં 40 મિનિટ સુધી સારી પકાવો.
હવે માટલાને બહાર કાઢીને તેમાં રહેલ તમામ સામગ્રી બહાર કાઢો.
એક વાસણમાં બહાર કાઢીને તમે તેનો આનંદ માણી શકો છો.
ઉંબાડિયું તૈયાર છે, તમે પણ શિયાળામાં એકવાર ટ્રાય કરી જુઓ.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.