શિયાળામાં તમે ગોળ અને મગફળીનું સેવન કરતા હશો આજે શીંગદાણાની રિસ્પી ચિક્કી ઘરે બનાવવાની રીત જાણાવીશું.
મગફળી, ગોળ અથવા ખાંડ, ઘી અથવા તેલ, પાણી વગેરે.
સૌ પ્રથમ મગફળીના દાણાને એક કઢાઈમાં શેકી અને થોડી ઠંડી થાય પછી તેને હાથ વડે તેની ફોતરી કાઢી લો.
હવે એક વાસણમાં ફોતરા વગરની સ્વચ્છ મગફળીના ફાળા કરી લો.
એક કડાઈમાં થોડા ગોળના ટુકડા, 1 ચમચો ઘી અથવા તેલ નાખીને ગરમ કરો.
હવે ધીમી આંચ પર સતત હલાવતા રહીને ગોળ ઓગાળીને ચાસણી તૈયાર કરો.
ગેસ ધીમો કરો અને ગોળની ચાસણીમાં મગફળી ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો.
હવે ચિક્કીને સેટ કરવા માટે એક પ્લેટ પર ઘી લગાવીને તેના પર ફેલાવી દો.
જ્યારે ચિક્કી થોડી ઠંડી થાય ત્યારે તેને છરી વડે ચોરસ આકારમાં કાપી સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય પછી તેના ટુકડા કરીને બહાર કાઢી લો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.