મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આ તહેવાર 14 જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે પરંતુ સાત ધાનનો ખીચડો ઉત્તરાયણ માટેની સ્પેશિયલ વાનગી છે.
ચણાની દાળ, વાલ, તુવેરની દાળ, ચોળી, મગ,ચોખા, મસૂર, બાજરો, જુવોર, ઘઉંના ફાડા, બટાકા, ગાજર, લીલું લસણ, વટાણા, લીલું મરચું.
હળદર, કાજુ, ટમેટા, હિંગ, ધાણાજીરું, સિંગના દાણા, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, કોથમરી, તેલ, મીઠું.
સૌ પ્રથમ તમામ ધાનને એક બાઉલમાં મિક્સ કરી 12 કલાક માટે પાણીમાં પલાળી રાખો.
હવે એક કૂકરમાં બધા ધાનને નાખી તેમા મીઠું, પાણી અને સિંગના દાણા ઉમેરી બાફી લો.
હવે બીજા એક કૂકરમાં લીલાચણા, લીલીતુવેર, અને થોડા લીલા વટાણા, થોડું મીઠું અને પાણી ઉમેરી તેને બાફી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, તજ, તમાલપત્ર, મરી, સુકા મરચા, જીરુ, અજમો, વગેરે મસાલા ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં મીઠો લીમડો, બટાકુ, ગાજર, આદુ-લસણની પેસ્ટ, કાજુના ટુકડા, ટમેટા, હળદર, લાલ મરચુ, ધાણાજીરું, હિંગ, ગરમ મસાલો ઉમેરો.
હવે તેમાં બાફેલા મિક્સ ધાન આમાં ઉમેરીને બરાબર પકાવી લો.
તૈયાર છે મકરસંક્રાંતિ સ્પેશિયલ સાત ધાનનો ખીચડો, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.