Till Chikki Recipe: મકરસંક્રાંતિ માટે તલની ચીકી બનાવવાની પરફેક્ટ રેસિપી


By Vanraj Dabhi02, Jan 2025 12:39 PMgujaratijagran.com

તલની ચીકી

દરેક લોકો 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવાર પર તલની ચીક્કી ખાવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘરે આ રેસીપી પરફેક્ટ બનતી નથી ચાલો જાણીએ તેની સરળ રેસિપી.

સામગ્રી

તલ,ગોળ,ખાંડ,ઘી, તેલ,પાણી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક કડાઈમાં તલ શેકીને એક વાસણમાં કાઢી લો.

સ્ટેપ- 2

હવે તે જ એક કડાઈમાં ગોળ,ઘી કે તેલ નાખીને ગરમ કરો.

સ્ટેપ- 3

હવે ધીમી આંચ પર સતત હલાવતા રહીને ગોળ ઓગાળીને ચાસણી તૈયાર કરો.

સ્ટેપ- 4

હવે ચાસણીમાં તલ ઉમેરીને બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો.

સ્ટેપ- 5

હવે ચીક્કીને સેટ કરવા માટે એક પ્લેટ પર ઘી લગાવીને તેના પર ફેલાવી દો.

સર્વ કરો

જ્યારે ચિક્કી ઠંડી થાય ત્યારે તેને છરી વડે ચોરસ ટુકડા કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Methi Thepla Recipe: કુણા માખણ જેવા મેથીના થેપલાની યુનિક રીત