શિયાળામાં મેથીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તેથી આજે અમે તમને મેથીના કુણા માખણ જેવા પોચા થેપલાની રીત જણાવીશું.
મેથીના પાન, ઘઉંનો લોટ, લીલી મગની દાળ લસણ-મરચાની પેસ્ટ, દહીં, મીઠું-મરચું, હળદર, તલ, હીંગ, અજમો, તેલ.
સૌ પ્રથમ મેથીના પાન ધોઈને ઝીણા સમારી લો.
હવે એક બાઉલમાં મેથીના પાન, ઘઉંનો લોટ, લસણ-મરચાની પેસ્ટ, દહીં ઉમેરો.
હવે તેમાં મીઠુ-મરચું, હળદર, તલ, હીંગ, અજમો ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં થોડું પાણી અને તેલ ઉમેરીને લોટ બાંધી લો અને લૂઆ બનાવીને થેપલા વણી લો.
હવે એક તવો ગરમ કરી તેની પર થેપલા મૂકી એક ચમચી તેલ લગાવીને બંને બાજું સારી રીતે શેકી લો.
તૈયાર છે કુણા માખણ જેવા મેથીના થેપલા, તમે દહીં, કે ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.