શિયાળામાં ઘણી વાર ઘણા લોકોને ગરમ અને મસાલેદાર વાનગી ખાવાનું મન થાય છે, આજે અમે તમને મગ દાળના પકોડાની યુનિક વાનગી બનાવવાની રીત જણાવીશું.
મગની દાળ, ડુંગળી, લીલા મરચા, મસાલા, તેલ.
એક કપ મગની દાળને મિક્સર ગ્રાઇન્ડરમાં સારી રીતે પીસી લો અને એક અલગ વાસણમાં કાઢીને બાજુ પર રાખો.
હવે આ મિશ્રણમાં ડુંગળી, મસાલા અને લીલા મરચાની પેસ્ટ અને કોથમીર ઉમેરો.
હવે તમે તમારા સ્વાદ પ્રમાણે આમચૂરણ પાઉડર અને લાલ મરચું અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી આ મિશ્રણમાંથી નાના-નાના પકોડા બનાવીને હળવા હાથે તેલમાં નાખીને તળી લો.
તૈયાર છે મગ દાળાના પકોડા, તમે તેને લીલી ચટણી અથવા ચા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.