રાય,જીરું,હીંગ,તેલ,સૂકા મરચા,મીઠા લીમડાના પાન,ડુંગળી સમારેલી,કોથમરી,બાજરાના રોટલા ટુકડા,લીલી ડુંગળા-લસણની પ્યુરી,આદુની પેસ્ટ,ટમેટા સમારેલા,હળદર પાવડર,ધાણાજીરું પાવડર,લાલ મરચું પાવડર, ગરમ મસાલો, દહીં, સ્વાદ મુજબ મીઠું, જરૂર મુજબ પાણી વગેરે.
સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરીને મસાલા નાખીને સાતળી લો.
હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને બ્રાઉન કલરની થાય ત્યા સુધી પકાવો અને ઠંડા બાજરાના રોટલાના ટુકડા કરી લો.
ત્યારબાદ તેમાં લીલી ડુંગળી,ટમેટા,આદુની પેસ્ટ,લસણની પ્યુરી અને હળદર,મીઠુ-મરચું નાખીને વઘાર તૈયાર કરી લો.
હવે તેમાં એક વાટકો દહીં થોડું પાણી અને રોટલા ટુકડા નાખીને સારી રીતે પકાવી લો.
થોડીવાર પછી તેમાં લીલું લસણ અને કોથમરી ગાર્નિશ કરો.
તૈયાર છે વઘારેલો બાજરાનો રોટલો, તમે તને ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.