મકર સંક્રાંતિ પર નાનાથી લઈને મોટા સૌ કોઈ આ વાનગીને હોસેહોસે ખાતા હોય છે, આ એક એવી લોકપ્રિય વાનગી છે કે તે ગમે તે સમયે ખાય શકાય છે, તેથી આ મમરાના લાડુ ઘરે બનાવવા માટેની રેસીપી અને જણાવીશું.
3 કપ મમરા,1 કપ દેશી ગોળ,1 ચમચો ઘી.
સૌ પ્રથમ મમરાને એક પેનમાં શેકી લો જેથી તેમાં ભેજ હોય એ જતો રહે અને લાડુ પણ ક્રન્ચી બને.
હવે મમરાને એક ડીસમાં લઇ એજ પેન માં ઘી,ગોળ નાખી ગરમ કરો.
હવે મિશ્રણ ગરમ હોય ત્યારે હાથ પાણી વાળા કરી તેના લાડુ બનાવી લો.
ઉતરાયણ સ્પેશ્યલ આપણા મમરાના હેલ્થી અને હોમમેડ લાડુ તૈયાર છે, તમે એને એરટાઈટ ડબ્બામાં સ્ટોર કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.