શિયાળામાં જેને શરદી-ખાંસી ના થતી હોય તેવા ભાગ્યેજ કોઈ હશે, શરદી ખાંસી આપણને રાત દિવસ તકલીફ આપતી હોય છે અને કંટાળીને આપડે દવા લઈએ છે, છતાં ક્યારેક પરિણામ નથી મળતું. આજે આપણે શરદી ખાંસી મટાડવા કેટલાંક ઘરેલું ઉપચાર જોઈશું જે તમને આ તકલીફથી ઘણી રાહત આપશે.
ખાંસી મટાડવા મુલેઠી સૌથી જૂનો ઘરેલું ઉપચાર છે. સતત ઉધરસ અને ગળાના દુખાવાથી પરેશાન હોવ તો તમારે ફક્ત મુલેઠીની લાકડી ચાવવાની જરૂર છે.
આ બધાને મિક્સ કરીને એક હર્બલ ટી બનાવીલો, આ આયુર્વેદિક હર્બલ ટી કફ દૂર કરવામા કારગર નીવડશે.
હળદરમાં એક એવું ઔષધ છે ,જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો જોવા મળે છે, સાથે જ તેમાં એન્ટી ઓક્સિડન્ટ પણ ભરપૂર હોય છે. હળદર વાળું દૂધ ઇમ્મુનિટી બુસ્ટ કરવામાં ખૂબ મદદરૂપ નિવડે છે.
વિટામિન- C ના ફાયદાથી આપણે સૌ કોઈ સજાગ છે, એ આપણી રોગ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. વિટામિન- C યુક્ત ફૂડ ખાવાથી સ્કિન પણ સારી રહે છે , અને તમને શરદી ખાંસીમાં પણ રાહત મળે છે.
કેરમ બીજનું પાણી શરદી અને ઉધરસને મટાડવા માટે સરળ અને સંપૂર્ણ ઘરેલું ઉપાય છે.
આ ઉપચારો તમને શરદી ખાંસીમાં રાહત આપશે, સ્ટોરી સારી લાગી હોય તો લાઇક અને શેર કરજો, ને આવીજ હેલ્થ રિલેટેડ સ્ટોરી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ