આ ખીચડોને બનાવો એક શુકન મનાય છે. આ ખીચડો જે દિશામાં ઊભરાય એ દિશામાં શુકન માનવામાં આવે છે.ઊતરાયણ પર્વ પર આ ખિચડાનું ખાસ મહત્વ છે.
ચણાની દાળ, વાલ, તુવેરની દાળ, ચોળી, મગ,ચોખા, મસૂર, બાજરો, જુવોર, ઘઉંના ફાડા, બટાકું,ગાજર,લીલું લસણ,વટાણા,મરચું લીલું,હળદર,કાજુના ટુકડા,ટમેટા,હિંગ,ધાણાજીરું,સિંગના દાણા,ચટણી,ગરમ મસાલો,કોથમરી,તેલ,પાણી,મીઠું સ્વાદ અનુસાર.
સૌ પ્રથમ તમામ ધાન મિક્સ કરી 12 કલાક પાણીમાં પલાળી પછી પાણીથી સાફ કરીને બધા ધાનને કુકરમાં મૂકી દો.
હવે તેમા મીઠું, પાણી અને સિંગના દાણા ઉમેરી બાફી લો.
એક વાસણમાં આદુ, લસણ, લીલી હળદળ, મરચાની પેસ્ટ બનાવીને ખીચડાને વધારો,
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમા રાઈ, તજ, તમાલપત્ર વગેરે મસાલા ઉમેરી બટાકુ, ગાજર, આદુ-લસણની પેસ્ટ,કાજુના ટુકડા, ટમેટા અને બધા મસાલા ઉમેરીને મિકસ કરો.
બધુ વસ્તુનો વઘાર થઈ ગયા પછી લીલા બાફેલા ચણા-તુવેર અને બીજા તમામ બાફેલ ધાન ઉમેરીને બધુ સારી રીતે મિક્સ કરી લો અને જરૂર મુજબ પાણી ઉમેરી શકો છો.
ઉતરાયણ સ્પેશ્યલ ખીચડો તૈયાર છે, તમે કોથમરી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.