મેંદુ વડાએ દક્ષિણ ભારતીય વાનગી છે, જે બે પ્રકારની દાળને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને બિલકુલ મીઠાઈ જેવું લાગે છે. તે દક્ષિણ ભારતીય અને શ્રીલંકાના તમિલ ભોજનમાં ખૂબ જ લોકપ્રિય છે જે સામાન્ય રીતે સવારના નાસ્તા અથવા સાંજના નાસ્તા તરીકે ખાવામાં આવે છે. તો ચાલો જાણીએ ઘરે મેંદુ વડા બનાવવાની રેસીપી.
1 કપ અડદની દાળ,1/4 કપ ચણાની દાળ,2 ચમચી ચોખાનો લોટ,2 લીલા મરચા સમારેલા,3 ચમચી સૂકું નારિયેળ,5-6 મીઠા લીમડા પાન,1 ચમચી કોથમરી,1 ઇંચ આદુ,એક ચપટી હિંગ,સ્વાદ મુજબ મીઠું,તળવા માટે તેલ.
સૌ પ્રથમ દાળને સારી રીતે ધોઈને 2-3 કલાક માટે પાણીમાં પલાળી પછી દાળમાંથી બધુ જ પાણી કાઢીને બંને દાળને એકસાથે પીસીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
બેટરમાં કોથમરી, લીલા મરચાં, આદુ અને ઝીણું સમારેલું સૂકું નારિયેળ ઉમેરીને બરાબર મિક્સ કરો.
હવે એક પેનમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો અને પછી તમારી હથેળીઓને ભીની કરીને લીંબુના કદની માત્રા દ્રાવણ લો અને તેમાં વચ્ચોવચ કાણું કરી ગરમ તેલમાં નાખો.
વડાને તેલમાં નાખીને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે મેંદુ વડા તમે ચટણી અથવા સાંભાર સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.