તલના લાડુ મકર સંક્રાંતિમાં બનાવાતી ફેમસ વાનગી છે. શિયાળામાં તલના લાડુ ખાવા સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ મનાય છે. તલની તાસીર ગરમ હોવાના કારણે તેને ખાવાથી વાયરલ બીમારીઓનો ખતરો વધી શકે છે.
તલથી તમે ઘરે જ ચીકી બનાવી શકો છો. તલની ચીકી બનાવવા માટે તમે ગોળ અને ખાંડ બન્નેનો ઉપયોગ કરી શકો છો. જે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.
ગજક તલથી બનનારી ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે. જેના વિના આ તહેવાર અધૂરો મનાય છે. જેને તમે ઘરે પણ બનાવી શકો છો.
તલની રેવડી પણ સમગ્ર દેશમાં ખૂબ જ લોકપ્રિય છે. જે ખાંડ અને ગોળ બન્નેથી બનાવવામાં આવે છે. જેને તમે માર્કેટમાં સરળતાથી તૈયાર બનેલી ખરીદી શકો છો.
તલની તમે બરફી પણ બનાવી શકો છો. માવા, તલ અને ખાંડ સાથે તમે ઘર પર આની બરફી તૈયાર કરી શકો છો. તલથી બનેલી બરફી પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદેમંદ મનાય છે.
તલને તમે અધકચરા પીસીને પરાઠાનું સ્ટફિંગ તૈયાર કરી શકો છો. જે બાદ તેને ભરીને પરાઠા બનાવો, જેમાં તમે ગોળ અને ખાંડ મિક્સ કરી શકો છો. જેનો સ્વાદ પુરણ પોળી અર્થાત વેઢમી જેવો હોય છે. પરાઠાને ઘીમાં શેકવાથી તેનો લાજવાબ સ્વાદ આવે છે.