લીંબુની છાલ ફેંકી દેવાને બદલે પાણીમાં ઉકાળીને આ રીતે ફરી ઉપયોગ કરો


By Vanraj Dabhi08, Mar 2024 12:23 PMgujaratijagran.com

લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, માત્ર લીંબુ જ નહીં પરંતુ તેની છાલ પણ ખૂબ જ ઉપયોગી છે.

લીંબુની છાલનો રી યુઝ

ઘણા લોકો લીંબુની છાલને ફેંકી દે છે પરંતુ તે ખૂબ જ ઉપયોગી છે.લીંબુની છાલને પાણીમાં ઉકાળીને ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

પગ સાફ કરો

લીંબુની છાલને પાણીમાં ઉકાળીને પછી તેમાં શેમ્પૂ ઉમેરો અને આ મિશ્રણ વડે તમારા પગ સાફ કરો.

તાંબાના વાસણો સાફ કરવા

ઘણીવાર તાંબાના વાસણો કાળા થઈ જાય છે અને તેને સાફ કરવા માટે લીંબુની છાલને ઉકાળો અને થોડું ડિટર્જન્ટ લગાવીને તાંબાના વાસણો સાફ કરો.

દીવડા સાફ કરો

દરરોજ દીવો પ્રગટાવવાથી,તેલ કે ઘી જરૂર પડતી હોય છે આનાથી દીવો ચીકણો થઈ જાય છે તેને સાફ કરવા માટે લીંબુની છાલનો ઉપયોગ કરી શકાય છે.

રસોઈના વાસણો સાફ કરો

ઘણી વખત રસોઈના વાસણો ખૂબ જ ચીકણા થઈ જાય છે અને તેના પર ડાઘા પડી જાય છે જે સરળતાથી દૂર કરવા માટે લીંબુની છાલનો પાણીમાં ઉકાળીને ઉપયોગ કરો.

છોડ માટે સ્પ્રે બનાવો

લીંબુની છાલને પાણીમાં ઉકાળો અને આ પાણીને છોડ પર છાંટવાથી છોડમાં થતા રોગો અટકે છે અને સારી વૃદ્ધિ થાય છે.

રસોડામાં ફ્લોર સાફ કરો

લીંબુની છાલને પાણીમાં ઉકાળીને રસોડાના ફ્લોરને સાફ કરી શકાય છે.

વાંચતા રહો

લીંબુની છાલનો ઉપયોગ આ રીતે કરી શકાય છે,સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ગોળ અને ચણાના સાથે ખાવાના આ ફાયદા જાણો