ચણાને ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે, તેમા પ્રોટીન પણ ભરપૂર માત્રામાં મળે છે. જો આપણે ઈન્સ્ટ્ન્ટ એનર્જી જોઈએ તો ચણા ખાવા એક સારો વિકલ્પ છે, અને જો ચણા સાથે તો ગોળ ખાવામા આવે તો અઢળક ફાયદા મેળવી શકાય છે.
ગોળમાં ઘણા પ્રકારના વિટામીન્સ અને મિનલ્સ રહેલા હોય છે, જે શરીરને ઘણા ફાયદાઓ અપાવે છે. આનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક રહે છે
ચણા ઉર્જાનો ઘણો સારો સ્ત્રોત છે. ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે જે શરીરને ઊર્જા પૂરી પાડવાનું કામ કરે છે.
ગોળ ફાઈબરનો સારો સ્ત્રોત છે આ ખાવાથી પાચનક્રિયા સુધરે છે.
ગોળમાં કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે જે શરીરના હાડકાને મજબૂત બનાવે છે.
જો તમે કોઈ પ્રકારની શારીરિક નબળાઈ અનુભવાતા હોવ તો આ ગોળ અને ચણા આ માટે એકદમ પરફેક્ટ ખોરાક છે
સ્વાસ્થ્ય સંબધિત આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ