શું તમારાથી પણ દૂધ ઉભરાય જાય છે, આ ટિપ્સ જરૂરથી અપનાવો


By Jivan Kapuriya29, Jul 2023 04:21 PMgujaratijagran.com

દૂધ ઉભરાય જાય છે

જ્યારે પણ દૂધને વાસણમાં ઉકાળવા માટે રાખવામાં આવે છે, તો ઘણીવાર કોઈને કોઈ રીતે દૂધ બહાર આવે છે એટલું જ નહીં ઉભરો આવવાથી વેડફાઈ જાય છે.

લાકડાની ચમચી વચ્ચે રાખો

દૂધના વાસણની વચ્ચે લાકડાની ચમચી રાખવાથી પણ તમારી સમસ્યા દૂર થઈ શકે છે.

યોગ્ય વાસણ પસંદ કરો

તમારે દૂધ ઉકાળવા માટે યોગ્ય વાસણ પસંદ કરવું જોઈએ. દૂધની માત્રા પ્રમાણે વાસાણ બહુ મોટુ કે નાનું ન હોવું જોઈએ.

દૂધને ધીમા ગેસ પર રાખો

તમે જ્યારે પણ દૂધને ઉકાળવા મુકો ત્યારે ગેસને ધીમો કરવાનું ભૂલશો નહીં.

પાણી છાંટી શકો છો

જો દૂધ ઉકાળવા મુક્યુ હોય અને ઉભરાય જવાની તૈયારીમાં હોય ત્યારે પાણીનો છંટકાવ કરવાથી દૂધને બગડતુ અટકાવી શકાય છે.

દૂધને હલાવતા રહો

તમે દૂધને વારંવાર હલાવતા રહો, જેનાથી તેની ઉફાણો આવીને બહાર જવાની સંભાવના ઓછી થઈ જાય છે.

ડબલ બોઈલર પદ્ધતિ

દૂધને ઉકળતુ અટકાવવા માટે તમે ડબલ બોઈલર પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો છો. એક વાસણમાં ચોથા ભાગનું પાણી ભરી લો.

કાર્યક્ષમ રીત

ડબલ બોઈલર પદ્ધતિમાં પાણી ઉકળે પછી તમે તેમાં દૂધ ઉમેરી શકો છો.

જરૂર ટ્રાય કરો

આ પદ્ધતિને ટ્રાય કરીને તમે દૂધને વારંવાર ઉકાળતા અટકાવી શકો છો.

હવે સમોસા ખાવા બહાર જવાની જરૂર નથી, આ રીતે તમે ઘરે જ ટેસ્ટી સમોસા બનાવી શકો છો