હવે સમોસા ખાવા બહાર જવાની જરૂર નથી, આ રીતે તમે ઘરે જ ટેસ્ટી સમોસા બનાવી શકો છો


By Jivan Kapuriya29, Jul 2023 03:10 PMgujaratijagran.com

બનાવો ટેસ્ટી સમોસા

જો તમે પણ બહાર સમોસા ખાવા જાવ છો તો અમે તમારા માટે સમોસા બનાવવાની સરળ રેસિપી લઈને આવ્યા છીએ.

લોટ અને બટાકા

સમોસા બનાવવા માટે તમારે પહેલા એક કપ મેંદાનો લોટ અને ત્રણ થી ચાર બટાકાની જરૂર પડશે.

બટાકાને બાફો

સમોસા બનાવવા માટે બટાકાને બાફી લો અને પછી તેની છાસ ઉતારીને સારી રીતે છુંદો કરી લો.

પનીરનો પણ ઉપયોગ કરી શકાય છે

જો તમે સમોસાના સ્ટફિંગને વધુ હેવી બનાવવા માંગો છો તો તમે તેમાં પનીરના થોડાક ટુકડા પણ ઉમેરી શકો છો.

મસાલા વડે સ્વાદ વધારો

આ બટાકાના મિશ્રણમાં સ્વાદ મુજબ મીઠું,થોડો ચાટ મસાલો અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરો.

સ્ટફિંગ ભરો

તમારે મેંદાના લોટને તૈયાર કરી અડધો કલાક સુધી રખી મુકો, 30 મિનિટ પછી તમારે તેનો રોલ બનાવવાનો છે અને તેમાં સ્ટફિંગ ભરીને તેને સમોસાનો આકાર આપવાનો છે.

તેલ ગરમ કરો

આ પછી કડાઈમાં તેલ ગરમ કરો સારી રીતે તેલ ગરમ થયા પછી તમારે હવે આ એક સ્ટેપ ફોલો કરવાનું છે.

લાસ્ટ સ્ટેપ

સમોસાને ગરમ તેલમાં નાખો અને ક્રિસ્પી થાય ત્યા સુધી તેને સારી રીતે તળો.

ચા સાથે ખાવ

તમારા સમોસા તૈયાર થઈ ગયા છે તમે તેને ગરમ ચા સાથે સર્વ કરી શકો છો.

આ છે દુનિયાનો સૌથી મોંઘો સાપ, જેની કિંમત એટલી છે કે તમે લક્ઝરી કાર ખરીદી લેશો