કિચનમાં રહેલી આ વસ્તુઓથી ચહેરા પર મેળવો ગ્લો


By Sanket M Parekh08, Nov 2023 04:19 PMgujaratijagran.com

દૂધ

દૂધ સ્કિન માટે ફાયદેમંદ છે. જેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને લેક્ટિક એસિડ સ્કિનની ગંદકીને સાફ કરે છે. આ માટે વાટકીમાં દૂધ લઈને રૂની મદદથી ચહેરાને સાફ કરવો જોઈએ.

ટામેટાનો રસ

ચહેરા પર ગ્લો લાવવા માટે ટામેટાનો રસ લગાવો, જે ચહેરા પરથી કરચલી અને ટેનિંગ હટાવવામાં મદદ કરે છે. આ માટે ટામેટાને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો. હવે તેને ચહેરા પર 10 મિનિટ લગાવ્યા બાદ પાણીથી ધોઈ લો.

દહી

દહીને બેસન અથવા મધમાં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ફેસમાં ગ્લો આવે છે. જે સ્કિનમાં કોલેજન વધારે છે, જેનાથી ચહેરા પર નિખાર આવે છે.

લીંબુનો રસ લગાવો

લીંબુમાં એસિડિક ગુણ હોય છે. જે નેચરલ રીતે ચહેરાને બ્લીચ કરવામાં મદદ કરે છે. આ માટે લીંબુના રસને પાણીમાં મિક્સ કરીને રૂની મદદથી તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો.

સફરજનની પેસ્ટ લગાવો

સફરજનની પેસ્ટ ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. સફરજનમાં રહેલ પોષક તત્વો ચહેરાને ચમકાવવાનું કામ કરે છે. આ માટે તમે એપલ વિનેગારને પણ ફેસ પર લગાવીને 5 મિનિટ બાદ ધોઈ શકો છો.

સંતરા

સંતરામાં વિટામિન-સી અને સાઈટ્રિક એસિડ મળી આવે છે. વિટામિન સી સ્કિન પરથી કરચલી દૂર કરે છે. જ્યારે તેની છાલને સૂકવીને ચહેરા પર લગાવવાથી નેચરલ બ્લીચની જેમ કામ કરે છે.

દાઢી વધારવા માટે ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો