દાઢી વધારવા માટે ડાયટમાં આ વસ્તુઓ સામેલ કરો


By Sanket M Parekh08, Nov 2023 04:14 PMgujaratijagran.com

કોળાના બીજ

દાઢી વધારવા માટે કોળાના બીજનો ઉપયોગ કરો, જે ઝીંકથી ભરપુર હોય છે. આ બીજ વાળના ગ્રોથને વધારે છે. આ માટે બીજને પહેલા સૂકવો અને પછી રોસ્ટ કરીને મીઠા સાથે ખાવ.

ટૂના માછલી

ટૂના માછલીમાં રહેલ ઓમેગા-3 દાઢીને વધારવામાં મદદ કરે છે. આ સાથે જ તેનું સેવન કરવાથી સ્કિનમાં નિખાર આવે છે.

પાલક

દાઢીને વધારવા માટે પાલક ખાવી જોઈએ, જેમાં રહેલ આયરન, વિટામિન-એ અને વિટામિન-સી વાળને વધારે છે.

તજ

તજ વાળ વધારવા માટે ફાયદેમંદ મનાય છે. તજ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધરે છે, જેનાથી વાળનો ગ્રોથ ઝડપી બને છે.

ઈંડા

ઈંડા પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે. જેમાં રહેલ ફેટી એસિડ અને બાયોટિન દાઢીના વાળનો ગ્રોથ વધારે છે. જેનું નિયમિત સેવન કરવાથી માથાના વાળ પણ મજબૂત બને છે.

નારિયેળનું તેલ

દાઢીના વાળના ગ્રોથ માટે ડાયટમાં નારિયેળના તેલનો ઉપયોગ કરો. જે વાળ વધારવામાં મદદ કરે છે. આ સાથે જ આ તેલથી દાઢી પર માલિશ કરવાથી ચહેરાને પરફેક્ટ લુક મળે છે.

40ની વય બાદ ચહેરા પર નહીં દેખાય કરચલી, અપનાવો આ ટિપ્સ