સાડી એ મહિલાઓનો એક એવો ડ્રેસ છે જે જૂની થઈ ગયા પછી પણ ખરાબ લાગતી નથી. આવી સ્થિતિમાં, આ સાડીઓનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.
જૂની સાડીઓમાંથી ઘર માટે પડદા બનાવી શકાય છે. જો તમને એવા પડદા જોઈતા હોય કે જે ઘરમાં હળવો પ્રકાશ આવવા દે, તો તમે હળવી સાડીઓ પસંદ કરી શકો છો. જો પ્રકાશને સંપૂર્ણપણે રોકવો હોય તો જાડા કપડાની સાડી પસંદ કરો. ફ્લોરલ પ્રિન્ટ સાડીમાંથી બનેલા પડદા ઘરના દેખાવને ઉત્તમ બનાવશે.
શ્રગ એ ક્રોપ ટોપ વગેરે પર પહેરવા માટે એક ચૂંદડી જેવું જેકેટ હોય છે. બજારમાં સાધારણ દેખાતા શ્રગ પણ મોંઘા મળે છે. તેથી, તમે ફ્લોરલ પ્રિન્ટ સાડીમાંથી ઘરે જ એક સુંદર શ્રગ તૈયાર કરી શકો છો.
આજકાલ સૂટમાં એકથી વધુ વેરાયટી આવે છે, પરંતુ તે પણ ખૂબ મોંઘા મળે છે. તેથી, તમે જૂની સાડીઓમાંથી અનેક પ્રકારના અનારકલી, કોટન સૂટ વગેરે તૈયાર કરાવી શકો છો.
સાડીમાંથી સુંદર ટોપ પણ બનાવી શકાય છે. આવા ટોપ તમને માત્ર સ્ટાઇલિશ લુક જ નહીં આપે, પરંતુ હળવા વજનના હોવાને કારણે આરામદાયક પણ હશે.
દુપટ્ટો સૂટનો લુક વધારી દે છે. પરંતુ મનપસંદ દુપટ્ટો શોધવો ઘણું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, તમે તમારી જૂની મનપસંદ સાડીમાંથી દુપટ્ટો બનાવી શકો છો.
ઘરમાં સ્વચ્છતાના શોખીન લોકો ફ્લોર પર પાયદાન ચોક્કસપણે પાથરે છે. સાડીમાંથી પણ પગલૂંછણિયુ બનાવી શકાય છે, જે માત્ર સુંદર જ નથી લાગતા પણ પગને પણ સાફ રાખે છે.
રજાઈ કવર બનાવવા માટે મોટા કપડાની જરૂર પડે છે. જો તમારી પાસે મોટો કપડો ન હોય તો જૂની સાડીઓમાંથી રજાઈ કવર તૈયાર કરો.