વાસણો સાફ કરવા માટે તમારે હંમેશા કેમિકલ પ્રોડ્ક્ટની જરૂર નથી. આ માટે તમે કેટલાક ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકો છો જે તમને ઘરે જ સરળતાથી મળી રહે છે. આવો જાણીએ કઈ છે તે વસ્તુઓ
વાસણો ધોતી વખતે નળના પાણી ઉપરાંત ગરમ પાણીનો પણ ઉપયોગ કરો, આનાથી વાસણ પર લાગેલી ગંદકી અને બેક્ટેરિયાઓ સરળતાથી દૂર થઈ જાય છે.
વાસણો પર ખાવાનો સોડા લગાવીને પાંચ મિનિટ માટે છોડી દો, પછી સ્ક્રબ કરી સાફ કરો.
મીઠા અને લીંબુની મદદથી વાસણો પરની ગંદકી અને ગંધ સાફ કરી શકાય છે.
સરકાને પાણીમાં મીકસ કરી વાસણ પર સ્પ્રે કરો, પછી સ્પોન્જથી સાફ કરો.
ચોખાના પાણીમાં સ્પોન્જ ડૂબાવી વાસણો સ્ક્રબ કરો તેમા રહેલું સ્ટાર્ચ ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.