ભારતની જૈવવિવિધતા એ વિવિધ પ્રાણી પ્રજાતિઓનું ઘર છે. અહીંનાં કેટલાક પ્રાણીઓ દુનિયાની અન્ય કોઈ જગ્યાએ જોવા મળતા નથી. જાણો કયા છે આ અનોખા પ્રાણીઓ
બેંગાલ ટાઈગર , ભારતનું રાષ્ટ્રીય પ્રાણી, દેશના ગાઢ જંગલો અને ઘાસના મેદાનોમાં રહે છે. તેમની ચબરાક નઝર અને શક્તિ તેને અન્ય પ્રાણીઓ કરતા અલગ કરે છે
આ મકાક દક્ષિણ ભારતના પશ્ચિમ ઘાટમાં જોવા મળે છે, અને તેની પૂંછડી સિંહની પૂંછડીની જેવી દેખાય છે, જે તેને ખાસ બનાવે છે.
ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં ડુબકીઓ લગાવતી આ ડોલ્ફિન દુનિયાનાં સૌથી જૂના જીવોમાંની એક છે, જેને જોવું એક અનોખો અનુભવ છે.
તમિલનાડુના પશ્ચિમ ઘાટમાં વસતા, આ તાહર તેના ટૂંકા બરછટ રૂંવાટી અને વળાંકવાળા શિંગડાથી ઓળખાય છે, અને તે તમિલનાડુના રાજ્યનું સ્ટેટ એનિમલ છે.
નોર્થઈસ્ટ ભારતના ઘાસના મેદાનો અને સ્વેમ્પોમાં રહેતો આ ગેંડો શાકાહારી છે, અને તેના વિશાળ શરીર અને શક્તિશાળી શિંગડાથી પોતાને અન્ય પ્રાણીઓથી ખાસ બનાવે છે.
ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓમાં જોવા મળતી, આ લુપ્ત થતી મગરની પ્રજાતિ તેના તીક્ષ્ણ દાંત અને લાંબી સ્નોટથી ઓળખાય છે.
ગુજરાતના ગીર જંગલમાં રહેતા આ સિંહ આફ્રિકન સિંહ કરતા નાનો હોય છે. આ માત્ર ગીરનાં જંગલમાં વિહરતા જોવા મળે છે. એશિયાટીક સિંહને ગુજરાતનું ગૌરવ માનવામાં આવે છે
આ એશિયાઈ લાલ હરણની અનોખી પેટાજાતિ છે, જે ખાસ કરીને કાશ્મીર ખીણ અને હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં જોવા મળે છે.