જાયફળ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઈન્ફલામેટરી ગુણો ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. આવો જાણીએ કે જાયફળનો ઉપયોગ કરીને તમે તમારી ત્વચાની કાળાશ કેવી રીતે દૂર કરી શકો છો.
જાયફળમાં રહેલા ગુણો ત્વચામાં મેલાનિન ઘટાડે છે, જેનાથી ત્વચા પરની કાળાશ ઓછી થાય છે.
જાયફળના નિયમિત ઉપયોગથી ત્વચા કુદરતી રીતે ગોરી બને છે.
જાયફળમા રહેલા ગુણો ત્વચાને નરમ અને ચમકદાર બનાવામાં મદદ કરે છે.
જાયફળમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે જે ખીલ ઘટાડવામાં મદદ કરે છે.
જાયફળમાં રહેવા એન્ટી એજીંગ ગુણો ત્વચાને કડક કરીને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે
જાયફળના પાવડરને દહીં અથવા મધમાં મિક્સ કરીને ફેસ પેક બનાવો અને તેને ચહેરા પર લગાવો. 15-20 મિનિટ પછી હુંફાળા પાણીથી ધોઈ લો.
થોડી માત્રામાં પેકને ત્વચા પર લગાવી પેચ ટેસ્ટ કરી લો, જો તમને જાયફળથી એલર્જી હોય તો તેનો ઉપયોગ ન કરો. જાયફળનો ઉપયોગ વધારે માત્રામાં પણ ન કરો