અમેરિકાએ કહ્યું છે કે વ્યાજ દરોમાં વધારો કરવાનું વલણ આગામી સમયમાં જળવાશે. US તરફથી આ નિવેદન બાદ સેંકડો રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે.
US ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે સ્થિતિમાં સુધારો નહીં થાય તો વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી શકે છે. USમાં મોંઘવારીનો દર 2 ટકા સુધી નીચો લાવવા કટિબદ્ધ છીએ
મોંઘવારીના ઉપલા સ્તરે કંઈક હસ્તક ઘટાડો થયો છે. અલબત તે હજું પણ ઘણી વધારે છે. આ સંજોગોમાં વ્યાજદરોમાં વધારો નિશ્ચિત માનવામાં આવે છે.
અમેરિકામાં મોંઘવારી આશરે 40 વર્ષની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યા બાદ નજીવા પ્રમાણમાં ઘટાડો થયો છે. જોકે મોંઘવારીની સ્થિતિ હજુ પણ ઘણી ચિંતાજનક છે.