બાળકોને પેનકેક ખાવાનું પસંદ કરતા હોય છે. આ સપ્તાહમાં તમે બાળકોને હોમમેડ બ્રેડ પેનકેક બનાવીને ખવડાવી શકો છો.આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત.
દૂધ- 2 થી 3 કપ,બ્રેડના ટુકડા-4,બેકિંગ પાવડર- અડધો કપ,ઇંડા-2 થી 3,કેળા -1,ઓલિવ ઓઇલ- 1ચમચી,મીઠું સ્વાદ મુજબ.
બ્રેડ પેનકેક બનાવવા માટે સૌપ્રથમ બ્રેડની બધી સ્લાઇસને મિક્સરમાં નખીને સારી રીતે પીસી લો.
હવે તેમાં દૂધ,કેળા,ઇંડા,બેકિંગ પાવડર,મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.
હવે આ દ્રાવણને એક બાઉલમાં કાઢી લો, આ પછી પેનને ગેસ પર ગરમ કરવા મૂકો.
પેન ગરમ થાય એટલે તેમાં થોડું તેલ નાખીને ચારેબાજુ લગાવો. હવે પેનમાં બેટરથી ભરેલો લાડું રેડો અને તેને સારી રીતે હલાવો.
જ્યારે તે પાકી જાય એટલે તેને બીજી બાજુ પણ ફેરવીને પકાવો એ જ રીતે બાકીના પેનકેક પણ બનાવી લો.
આ રીતે તમે બ્રેડ પેનકેક પણ તૈયાર કરી શકો છો, તમે મધ સર્વ કરી શકો છો અથવા તેના ઉપર ફળોના નાના ટુકડા કરી શકો છો.
ગરમાગરમ બ્રેડ પેનકેકને સર્વ કરો અને બાળકોને પણ ખવડાવો, આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.