તમે નાસ્તા માટે ઉપમા તૈયાર કરી શકો છો તે ખાવામાં ટેસ્ટી હોવ ઉપરાંત ખૂબ જ હેલ્દી પણ છે. આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત.
સોજી-200 ગ્રામ,પાણી-600 મીલી,ઘી-100 ગ્રામથી થોડા ઓછા,સરસવ 1 ચમચી,ચણાની દાળ-2 ચમચી,અડદની દાળ -1 ચમચી,ડુંગળી 1 સમારેલ,લીલા મરચા-2 સમારેલ,મીઠો લીમડાના પાન 8-10,મીઠું સ્વાદ મુજબ,કાજુ-10-12,કોથમીર -2 ચમચી સમારેલ.
સૌથી પહેલા એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં મીઠો લીમડાના પાન,સરસવ અને લીલા મરચા નાખીને તડતડ થવા દો.
પછી તેમાં ચણા અને અડદની દાળ,ડુંગળી વગેરે નાખીને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લો.
હવે તેમાં સોજી નાખો થોડો બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો અને સાથે બીજા એક બાઉલમાં પાણી ગરમ કરો.
જ્યારે સોજી પાકી જાય ત્યારે તેમાં મીઠું અને ગરમ પાણી નાખીને થોડીવાર પકાવો.
પાણી સોસાઈ જાય એટલે તેમાં છીણેલું નાળિયેર,કોથમીર નાખીને સાંભાર અને ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો.
ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોવા ઉપરાંત ઉપમાને હેલ્દી અને પોષ્ટિક ખોરાક માનવામાં આવે છે. તમે તેને રજાના નાસ્તામાં સામેલ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.