યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ના માધ્યમથી ટ્રાન્ઝેક્શનનું કુલ વેલ્યુ ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ 17.16 ટ્રિલિયન રૂપિયા થયું છે, જે ગયા મહિનાની તુલનામાં 9 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ 10.56 બિલિયનથી 8 ટકા વધી 11.41 બિલિયનની નવી ઊંચાઈ પર પહોંચી છે.
ઓક્ટોબર 2022ની તુલનામાં UPIના માધ્યમથી ટ્રાન્ઝેક્શનનું પ્રમાણ 56 ટકા વધીને 7.305 બિલિયનથી 11.41 બિલિયન થયું છે. વેલ્યૂની દ્રષ્ટિએ તે અગાઉના વર્ષની તુલનામાં 12.12 ટ્રિલિયન રૂપિયાથી વર્તમાન 17.16 ટ્રિલિયન સુધી 42 ટકાની વૃદ્ધિ થઈ છે.
વધુને વધુ સંખ્યામાં લોકો ડિજીટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે UPIનો ઉપયોગ કરી રહ્યા છે. તે વેલ્યૂ તથા વોલ્યૂમની દ્રષ્ટિએ રેકોર્ડ ઊંચાઈ પર છે.