અદાણી ગ્રીન એનર્જીનો ચોખ્ખો નફો 149 ટકા વધ્યો, કમાણી પણ 54 ટકા વધી


By Nileshkumar Zinzuwadiya30, Oct 2023 10:45 PMgujaratijagran.com

પરિણામો

અદાણી ગ્રુપની રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે સોમવારે તેના પરિણામો જાહેર કર્યાં હતા.

નફો 149 ટકા વધ્યો

કંપનીને 30મી સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સંકલિત નફો રૂપિયા 372 કરોડ નોંધાવ્યો છે,જે વાર્ષિક ધોરણે 149 ટકા તેજી દર્શાવે છે.

સંકલિત કુલ આવક

અદાણી ગ્રીનની જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં સંકલિત કુલ આવક પણ વાર્ષિક ધોરણે 53.7 ટકા વધી રૂપિયા 2,589 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉ સમાન અવધિમાં રૂપિયા 1,684 કરોડ હતી.

ક્ષમતાનો ઉપયોગ

કંપનીએ કહ્યું કે મજબૂત ક્ષમતા વૃદ્ધિ અને સોલર, વિન્ડ તથા હાઈબ્રિડ પોર્ટફોલિયોમાં વધારે ક્ષમતાનો ઉપયોગ કરી ઉર્જા વેચાણમાં એક વર્ષની તુલનામાં 87 ટકા વૃદ્ધિ થઈ છે.

એપલ ઈન્ડિયાની આવક 48 ટકા વધી રૂપિયા 49,322 કરોડ થઈ