ભારતમાં ડિજીટલ પેમેન્ટ્સમાં સતત વધારો થઈ રહ્યો છે. નવેમ્બર મહિનામાં ડિજીટલ પેમેન્ટ્સને નવી ઊંચાઈ હાંસલ કરી છે.
NPCIની માહિતી પ્રમાણે નવેમ્બર મહિનામાં 17.4 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે અને તેણે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
ઓક્ટોબર મહિનામાં UPI મારફતે 17.16 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ દ્રષ્ટિએ નવેમ્બર મહિનામાં 1.4 ટકા વધારો થયો છે.
UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યાની વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં નવેમ્બર મહિનાની તુલનામાં 1.5 ટકા વધારે ટ્રાન્ઝેક્શન થયા છે. ઓકટોબરમાં 11.41 અબજ ટ્રાન્ઝેક્શન થયાં.
સપ્ટેમ્બર મહિનામાં ટ્રાન્ઝેક્શનની કુલ સંખ્યા 10.56 અબજ હતી અને 15.8 લાખ કરોડ રૂપિયાના પેમેન્ટ કરવામાં આવ્યા હતા.