ઘણી એવી બોલિવુડની ફિલ્મો છે જેના ત્રીજા ભાગની દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે ફિલ્મો દર્શકોને પસંદ આવે છે તેને આગળ પણ લોકો જોવા માંગે છે.
ઘણી ફિલ્મો એવી છે જે દર્શકોને ખૂબ પસંદ આવી હોય અને બોક્સ ઓફિસ પર પણ સારુ પ્રદર્શન કર્યું હોય.આવી ફિલ્મોના આગળના ભાગની લોકોની સાથે સાથે થિયેટર પણ કરી રહ્યું છે.
સાઉથ ઈન્ડસ્ટ્રીની ધમાકેદાર ફિલ્મ કેજીએફ 3 ની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મ પહેલા બે ભાગ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહ્યાં હતાં.
આશિકી 1 અને આશિકી 2 પછી દર્શકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યાં છે. આશિકી 3 માં અભિનેતા કાર્તિક આર્યન જોવા મળવાનાં છે.
અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ધમાકેદાર કોમેડી ફિલ્મ હેરા ફેરી 3 ની પણ દર્શકો ખૂબ ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
અક્ષય કુમારની વેલકમ 3 પણ દર્શકોને ટૂંક જ સમયમાં મોટા પરદે જોવા મળવાની છે પરંતુ તેમાં પહેલા બે ભાગમાં જોવા મળેલા નાના પાટેકર દર્શકોને જોવા મળશે નહીં.
સલમાન ખાનની ટાઈગર 3 રાહ પણ તેના ચાહકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટાઈગર 3 12 નવેમ્બરનાં રોજ દર્શકોને થિયેટરમાં જોવા મળશે.