ખોરાકમાં વિટામિન- B12ની કમીના કારણે અનેક સમસ્યા થઈ શકે છે, જેને નજરઅંદાજ કરવાથી આગળ જતા ગંભીર બીમારીઓનો ખતરો રહે છે.
વિટામિન- B12ની કમીના કારણે અનેક શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જે તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને DNA બનાવવામાં મદદ કરે છે.
એવામાં આજે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું કે, વિટામિન- B12ની કમીના ક્યા-ક્યા લક્ષણો હોઈ શકે છે?
વિટામિન- B12 લોહી બનાવવામાં મદદ કરે છે. જેની કમી થવાના કારણે લોહી બનવાનું ઘટી જાય છે. જેના કારણે શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થાય છે.
વિટામિન- B12ની કમીના કારણે જીભમાં સોજો પણ આવી શકે છે. જેને ગ્લોસાઈટિસ કહે છે. જેમાં જીભનો રંગ વધારે લાલ થઈ જાય છે.
વિટામિન- B12ની કમીના કારણે ચાલવામાં અને દોડવામાં તકલીફ પડી શકે છે. આટલું જ નહીં, નર્વસ ડેમેજ પણ થઈ શકે છે. પગમાં ઝણઝણાટી પણ લાગે છે.
વિટામિન- B12નો સીધો સબંધ મગજ સાથે હોય છે. જેની કમીના કારણે વિચારવાની ક્ષમતા ઘટી જાય છે.