ટીનએજરમાં વધી રહ્યો છે ડિપ્રેશનનો ખતરો, જાણો કેવી રીતે દૂર કરશો


By Sanket M Parekh10, Oct 2023 04:21 PMgujaratijagran.com

મેન્ટલ હેલ્થ ડે

દર વર્ષે 10 ઓક્ટોબરે મેન્ટલ હેલ્થ ડે મનાવવામાં આવે છે. મેન્ટલ હેલ્થનો ખ્યાલ રાખવો કેટલો જરૂરી છે, તેના વિશે જાગૃક્તા ફેલાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે.

માનસિક તણાવ

આપણી જીવનશૈલીના કારણે આપણે અનેક પ્રકારના માનસિક તણાવમાંથી પસાર થઈએ છીએ. આમ છતાં આપણે હંમેશા આપણી મેન્ટલ હેલ્થ પર ધ્યાન નથી આપતા.

આ લક્ષણોને ઓળખો

એવામાં ડિપ્રેશન સાથે સંકળાયેલા કેટલાક લક્ષણોની મદદથી તમે તમારા ટીનએજ બાળકોને સમયસર સહાય કરી શકો છે. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

ગુસ્સે થવું

કોઈ કારણ વિના દુખી થવુ અથવા રોવું, નાની-નાની વાતો પર ગુસ્સો આવવો, આત્મવિશ્વાસની કમી તેમજ અનેક વાતોને યાદ ના રાખી શકવું.

ડ્રગ્સનું સેવન

વિચારવામાં તકલીફ થવી, એકાગ્રતા ગુમાવવી, નિષ્ફળતાને લઈને સેન્સેટિવ થવુ, થાક લાગવો, ડ્રગ્સ અને દારૂનું વ્યસન, ઊંઘ ના આવવી અથવા વધારે પડતી આવવી, ભૂખ ના લાગવી.

ડૉક્ટરનો સંપર્ક કરો

ડિપ્રેશનના લક્ષણો જણાય, તો તમારા બાળકને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. ડૉક્ટર તેના લક્ષણોને વધારે સારી રીતે ઓળખી શકે છે અને તે પ્રમાણે સારવાર કરી શકાય છે.

વાતોને ધ્યાનથી સાંભળો

હંમેશા આપણે બાળકોની વાતને સાંભળવાની જગ્યાએ તેમને સલાહ આપવા લાગીએ છીએ. એવામાં તેમની વાતને ધ્યાનથી સાંભળવાની કોશિશ કરવી જોઈએ.

થાક અને એનર્જી

ડિપ્રેશનના કારણે તમારા બાળકોમાં થાક અથવા એનર્જીની કમી થઈ શકે છે. એવામાં તેમની તકલીફને સમજો અને તેમને આરામ આપો.

કબજિયાતની બીમારી માટે નાગરવેલનું એક પાન છે રામબાણ, જાણો તેના સ્વાસ્થ્ય લાભો વિશે