અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના આ ફોટા તમે ક્યારેય નહીં જોયા હોય, જુઓ શાનદાર તસવ


By Vanraj Dabhi01, Sep 2023 11:59 AMgujaratijagran.com

જાણો

બોલિવૂડ એક્ટ્રેસ અને અક્ષય કુમારની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે, આ બંનેની લવસ્ટોરી પણ ખાસ છે, આવો અમે આજે તમને તેમની કેટલીક કપલ તસવીરો બતાવીએ.

પહેલી મુલાકાત

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના પહેલીવાર એક મેગેઝિન શૂટ દરમિયાન મળ્યા હતા,જ્યારે અક્ષય કુમાર શૂટ પર પહોચ્યો ત્યારે તેની પહેલી નજરમાં જ ટ્વિંકલ સાથે પ્રેમ થઈ ગયો હતો.

અક્ષય કુમારે દિલ આપી દીધુ

ટ્વિંકલ બોલિવૂડ સ્ટાર કપલ રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની દીકરી છે,અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના સાથે ખૂબ જ પ્રેમમાં હતો અને કોઈ પણ કિંમતે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો.

પિતા પાસે દિકરીનો હાથ માંગ્યો

જ્યારે તેને ટ્વિંકલ સાથે લગ્ન કરવાનું કહ્યું તો એક્ટ્રેસે તેની સામે એવી શરત મૂકી કે અક્ષય પણ એ સાંભળીને ચોંકી ગયો.

કઈ શરત રાખી

જ્યારે અભિનેત્રીની ફિલ્મ 'મેલા' રિલીઝ થવાની હતી ત્યારે તેણે અક્ષયને કહ્યું હતું કે જો ફિલ્મ ફ્લોપ જશે તો તે તેની સાથે લગ્ન કરશે, કંઈક એવું થયું કે આ ફિલ્મ ચાલી નહીં અને બંનેએ લગ્ન કરી લીધા.

માતાની પણ એખ શરત હતી

ટ્વિંકલની માતા ડિમ્પલ કાપડિયાએ પણ ટ્વિંકલ માટે અક્ષય સાથે લગ્ન કરતા પહેલા તેની સાથે રહેવાની શરત રાખી હતી.

બોલિવૂડને છોડી દીધુ

અક્ષય સાથે લગ્ન કર્યા પછી ટ્વિંકલે તેની એક્ટિંગ કરિયને હંમેશા માટે અલવિદા કરી દીધું,જો કે તેના બાળકોના જન્મ પછી તેણે લેખક અને ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

સંબંધો અડિખમ છે

ખાસ વાત એ છે કે આટલા વર્ષો પછી પણ બંનેનો સંબંધ ખૂબ જ મજબૂત છે, બંને આજે સાથે સારી જિંદગી જીવી રહ્યા છે.

વાંચતા રહો

તમને અક્ષય અને ટ્વિંકલના ફોટા કેવા લાગ્યા અમને કોમેન્ટ કરીને જણાવશો,સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વેડિંગ પાર્ટીમાં દેખાવા માંગો છો સૌથી અલગ, તો બૉલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેના આ લુક્સને કરો ફૉલો