કામાખ્યા મંદિર સાથે સંકળાયેલા રોચક તથ્યો, જે કદાચ તમે નહીં જાણતા હોવ


By Sanket Parekh23, Apr 2023 03:33 PMgujaratijagran.com

આનંદ ભૈરવ મંદિરના દર્શન

કામાખ્યા મંદિર પાસે જ ઉમાનંદ ભૈરવનું મંદિર છે. ઉમાનંદ ભૈરવ જ આ શક્તિપીઠના ભૈરવ છે. તેમના દર્શન વિના કામાખ્યા દેવીની યાત્રા અધૂરી માનવામાં આવે છે.

માઁની યોનિની પૂજા

આ મંદિરમાં દેવીની યોનિ મૂર્તિની પૂજા કરવામાં આવે છે, જેને ગુફાના એક ખુણામાં રાખવામાં આવી છે. આ સિવાય મંદિરમાં અન્ય કોઈ મૂર્તિ જ નથી.

માઁ નો માસિક ધર્મ

જૂન મહિનામાં આ મંદિર નજીકથી પસાર થતી બ્રહ્મપુત્ર નદી લાલ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે, આ દરમિયાન માઁ માસિક ધર્મમાં હોય છે.

પથ્થરથી ટપકે છે લોહી

એવું કહેવાય છે કે, મહિનામાં એક વખત આ મંદિરના પથ્થરમાંથી લોહીની ધારા વહે છે. એ કોઈ નથી જાણતું કે, આવું કેમ થઈ રહ્યું છે?

4 શક્તિપીઠો પૈકી એક

પુરાણો અનુસાર, આ મંદિર પ્રાથમિક શક્તિપીઠો પૈકી એક છે. 3 પીરમાં સ્થિત છે. જેમાં જગન્નાથ મંદિર, ઓડિશામાં વિમલા મંદિર અને તારા તારિણી સામેલ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં દક્ષિણા કાલિકા છે.

પ્રજનન ઉત્સવ

આ મંદિરના કપાટ માઁના માસિક ધર્મ દરમિયાન બંધ રહે છે. જે બાદ ગેટ ખુલવાના દિવસે પ્રજનન ઉત્સવ મનાવવામાં આવે છે.

પ્રસાદમાં શું મળે છે?

આ મંદિરમાં ભક્તને માઁના માસિક ધર્મના લોહી વાળું રુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે. જેને પ્રાપ્ત કરવા માટે માઈભક્તો કલાકો સુધી લાંબી લાઈનમાં ઉભા રહે છે.

મુસાફરી દરમિયાન ઊલટી અને ચક્કર આવવાથી પરેશાન છો, આ ટિપ્સથી ટ્રાવેલ સિકનેસ દૂર કરો