મુસાફરી દરમિયાન ઊલટી-ચક્કર આવવાથી પરેશાન છો, આ ટિપ્સથી ટ્રાવેલ સિકનેસ દૂર કરો


By Sanket Parekh21, Apr 2023 04:01 PMgujaratijagran.com

હાઈડ્રેટેટ રહો

મુસાફરી દરમિયાન પાણીની કમીના કારણે બૉડી ડિહાઈડ્રેટેડ થવા લાગે છે. જેના કારણે મુસાફરી દરમિયાન ચક્કર આવી શકે છે. આથી ટ્રાવેલિંગ વખતે બૉડીને હાઈડ્રેટેડ રાખો

ભારે ખોરાક ના લો

મુસાફરીના ઠીક પહેલા ભારે ખોરાક લેવાનું ટાળો. ભારે ખોરાક લેવાથી ચક્કર અને ઊલટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આથી મુસાફરી દરમિયાન હલકો આહાર લેવો જ સારું રહેશે.

વિન્ડો સીટ

જો તમને મુસાફરી દરમિયાન ઊલટી અને ચક્કરની સમસ્યા થાય, તો વિન્ડો સીટ પસંદ કરો. વિન્ડો સીટ પર બેસવાથી તમને તાજી હવા મળશે. જેથી તમને સારું લાગશે.

ઊંડા શ્વાસ

ઊંડા શ્વાસની મદદથી ચક્કર આવવાની સમસ્યા દૂર કરી શકો છો. આથી ચક્કર આવે, ત્યારે લાંબા અને ઊંડા શ્વાસ લો, તેમજ શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ટ્રાય કરો, જેથી આરામ મળશે

ચ્યૂઈંગમ ચાવો

ટ્રાવેલ વખતે મોશન સિકનેસથી બચવા માટે ચ્યૂઈંગમ ચાવવી જોઈએ. જેનાથી ચક્કર આવવા અને ઊલટીની સમસ્યાથી રાહત મળી શકે છે.

આ છે ભારતની સૌથી ગંદી ટ્રેન, ભૂલથી પણ એમાં ટિકિટ બુક ના કરાવતા, નહીંતર પસ્તાશો