આ છે ભારતની સૌથી ગંદી ટ્રેન, ભૂલથી પણ એમાં ટિકિટ બુક ના કરાવતા, નહીંતર પસ્તાશો


By Sanket Parekh18, Apr 2023 02:43 PMgujaratijagran.com

સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન

આ ટ્રેન પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જિલ્લા સુધી જાય છે. લોકોએ તેમાં કૉચથી લઈને સિંક અને ટૉઈલેટ કેબિન સુધીમાં ગંદકીની ફરિયાદ કરી છે. આ ટ્રેનની ગણતરી દેશની સૌથી ખરાબ સુવિધા વાળી ટ્રેનમાં થાય છે.

સીમાંચલ એક્સપ્રેસ

આ ટ્રેનમાં ગંદકીને લઈને અવારનવાર ફરિયાદો મળતી રહે છે. આ ટ્રેન જોગબનીથી આનંદવિહાર સુધીનું અંતર કાપે છે.

માતા વૈષ્ણો દેવી-બાન્દ્રા સ્વરાજ એક્સપ્રેસ

આ ટ્રેનને લઈને પણ અનેક ફરિયાદો મળી ચૂકી છે. આને પણ સૌથી ગંદી ટ્રેનના લિસ્ટમાં મૂકી શકાય. આ ટ્રેનમાં ટિકિટ બુક કરતા પહેલા એક વખત વિચાર કરવો જોઈએ. જેની ગંદકી તમારી મુસાફરીને મુશ્કેલ કરી શકે છે.

ફિરોઝપુર-અગરતલા ત્રિપુરાસુંદરી એક્સપ્રેસ

આ ટ્રેનમાં પણ ગંદકીને લઈને અનેક ફરિયાદો મળી ચૂકી છે. ત્રિપુરાસુંદરી એક્સપ્રેસ ટ્રેનની ગંદકી તમારું માંથુ ફાડી નાંખશે

અજમેર-જમ્મુતાવી પૂજા એક્સપ્રેસ

આ ટ્રેનને લઈને દાવો કરવામાં આવે છે કે, તેમાં સૌથી વધુ ગંદકી હોય છે. પૂજા એક્સપ્રેસમાં ટૉઈલેટથી લઈને સિંકની સ્થિતિ સૌથી ખરાબ હોય છે.

નવી દિલ્હી-ડિબ્રૂગઢ રાજધાની એક્સપ્રેસ

આ ટ્રેનને લઈને અત્યાર સુધીમાં 35 ફરિયાદો મળી ચૂકી છે. આ ટ્રેનની ગંદકીનો તમે અંદાજો પણ નહીં લગાવી શકો.

અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારાના રોચક તથ્યો જાણો, જે ભાગ્યે જ તમે જાણતા હશો