ઝૂલતા મિનારાનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. આ મિનારને તે સમયના રાજા સુલ્તાન અહમદ શાહ સાથે જોડીને દેખવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ અદ્દભૂત મિનારાનું નિર્માણમાં રાજપૂતો તેમજ મુસ્લિમોની અસર જોવા મળે છે. મિનાર 34 મીટર લાંબા છે અને તેમાં 3 માળ છે.
એવું કહેવાય છે કે, જો આમાથી એક મિનારો હલે, તો થોડી સેકન્ડ બાદ બીજો મિનારો પણ આપોઆપ હલવા લાગે છે. મિનારોના હલવાનું કારણ શોધવા માટે પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે, પરંતુ રિસર્ચમાં કંઈ ખાસ જાણકારી નથી મળી.
ઈતિહાસ અનુસાર ઝૂલતા મિનારાનું નિર્માણ લગભગ 1452 સુધી પૂર્ણ થઈ ગયું હતુ. અન્ય એક કહાની છે કે, 1753માં મરાઠા અને ગુજરાત સલ્તનતના ખાનો વચ્ચેના યુદ્ધ દરમિયાન કેટલોક ભાગ નષ્ટ થઈ ગયો.
તમને જણાવી દઈએ કે, ઝૂલતા મિનારા પ્રવાસીઓ માટે સવારે 5:30થી 9 વાગ્યા સુધી ખુલ્લો રહે છે. આ દરમિયાન તમે ગમે ત્યારે અહીં ફરવા માટે આવી શકો છો
જણાવી દઈએ કે, ઝૂલતા મિનારામાં એન્ટ્રી અને જોવા માટે કોઈ ફી નથી રાખવામાં આવી. અહીં તમે નિ:શુલ્ક મુલાકાત લઈ શકો છો
ઝૂલતા મિનારાની આસપાસ સાબરમતી આશ્રમ, પરિમલ ગાર્ડન, લૉ ગાર્ડન અને વિશ્વ વિન્ટેજ કાર સંગ્રહાલય જેવી અનેક જગ્યાએ આપ ફરવા માટે જઈ શકો છો