શિવરાજપુર બીચ ગુજરાતની સાથે-સાથે ભારતમાં પણ સૌથી વધુ ફરવાલાયક બીચ પૈકીનો એક છે. અહીંનો સુંદર સનસેટ ખરેખર તમારું મનમોહી લેશે.
મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર આવેલ સાપુતારા રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જે ગુજરાતની શાન પણ છે.
જો ગુજરાતના સૌથી સારા અને સુંદર સ્થળ વિશે વાત થાય, તો કચ્છનું રણ કોઈ ભૂલી શકે? ચાંદની રાતમાં પોતાના પાર્ટનર સાથે કચ્છના રણની વચ્ચે આવેલા ટેન્ટમાં રહેવું એક અલગ જ અનુભવ છે.
ભુજએ ગુજરાતની એક એવી જગ્યાં છે, જ્યાં પાર્ટનર સાથે ફરવાની એક અલગ જ મજા છે. અહીં તમે પાર્ટનર સાથે ઊંટની સવારી પણ કરી શકો છો
પોરબંદરનો દરિયા કાંઠો ભારતના સૌથી ફરવાલાયક બીચ પૈકીનો એક છે. દરિયા કાંઠે આવેલ હુજુર પેલેસ સહેલાણીઓ વચ્ચે ખૂબ જ ફેમસ છે.
જૂનાગઢ ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળ પૈકીનું એક છે. અહીં આવેલ મહોબ્બતનો મકબરો કપલ્સ વચ્ચે ખૂબ જ ફેમસ છે. જૂનાગઢ ગુજરાતનું એક ઐતિહાસિક સ્થળ પણ માનવામાં આવે છે.
પાટણ ગુજરાતનું એક મુખ્ય પ્રવાસન સ્થળ છે, જે રાણકી વાવ માટે ખૂબ જ જાણીતું છે. એવું કહેવાય છે કે, આ શહેરનું સૌદર્ય દરેક સહેલાણીઓનું મન મોહી લે છે.