'એસા દેશ હૈ મેરા..!' ભારતની આ જગ્યાઓ પર ભારતીયોને જ No Entry


By Sanket Parekh18, Apr 2023 02:22 PMgujaratijagran.com

રેડ લૉલિપૉપ હોસ્ટેલ

આ ચેન્નઈમાં આવેલી એક ઈન્ટરનેશનલ લેવલની હોસ્ટેલ છે, જ્યાં આપણા દેશના લોકોને જ જવાની પરવાનગી નથી. આ હૉસ્ટેલ માત્ર વિદેશીઓ માટે રિઝર્વ છે અને અહીં માત્ર પાસપોર્ટ દેખાડવાથી જ એન્ટ્રી મળે છે.

ફ્રી કસોલ કેફે

આ કેફે કુલ્લુ જિલ્લાના કસોલ ગામમાં છે. આ જગ્યા ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે અહીંના સ્ટાફે ભારતીય ગેસ્ટને મેન્યૂ કાર્ડ આપવાનો ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ ઈઝરાયલી નાગરિકોને તેઓ ખુશીથી આવકારતા હતા.

બેંગલુરુની યૂનો ઈન-હૉટલ

આ હોટલમાં પણ ભારતીયોના જવા પર રોક છે. હોટલમાં માત્ર જાપાનના લોકોને જ એન્ટ્રી મળે છે. આ હોટલ 2012માં બનાવવામાં આવી હતી, પરંતુ નસ્લ ભેદભાવના કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી.

નોરબુલિંકા કાફે

આ કેફેમાં ભારતીયોના જવાની જરા પણ મંજૂરી નથી મળતી. અહીં માત્ર વિદેશી અને કેટલાક ખાસ લોકો જ જઈ શકે છે.

ફૉરેનર્સ ઑન્લી

ગોવાના પણ કેટલાક બીચ એવા છે, જ્યાં ભારતીયોના જવાની મંજૂરી નથી. અંજુના બીચ એક એવો જ દરિયા કાંઠો છે, જ્યાં તમે ભારતીયોની જગ્યાએ માત્ર વિદેશીઓને જોઈ શકશો.

નોર્થ સેન્ટિનલ આઈલેન્ડ

આંદામાન-નિકોબારના એક ટાપુ નોર્થ સેન્ટિનલ આઈલેન્ડમાં માત્ર આદિવાસીઓ જ જાય છે. આ ટાપુ બહારના વિશ્વ સાથે સંપર્કમાં નથી. અહીં બહારથી આવેલા કોઈ પણ વ્યક્તિને જવાની રોક છે.

નો એન્ટ્રી

આ વાત તમને પણ ઘણી હેરાન કરશે કે, આઝાદ ભારતમાં પણ ભારતીયોને કેટલીક જગ્યા પર બેન કરવામાં આવ્યા છે.

ભારતમાં હનીમૂન માટે સૌથી રોમાન્ટિક બીચ ડેસ્ટિનેશન, ગોવા-કેરળને પણ ભૂલી જશો