તમારી ટ્રેડિશનલ સાડીને આ રીતે મોર્ડન લુક આપો


By Jivan Kapuriya26, Aug 2023 03:46 PMgujaratijagran.com

જાણો

ઘણી મહિલાઓને માત્ર સાડી પહેરવી ગમે છે. બીજી તરફ જો તમે આ જ રીતે સાડી પહેરીને કંટાળી ગયા છો, તો અમે તમને પરંપરાગત સાડીને આધુનિક રીતે કેવી રીતે પહેરવી તે જણાવવા જઈ રહ્યા છીએ.

ડિઝાઇનર બ્લાઉઝ

કોઈપણ પરંપરાગત સાડીને આધુનિક દેખાવ આપવાનો સૌથી સરળ રસ્તો એ છે કે ડિઝાઇનર બ્લાઉઝ પહેરવું.તમે આ પર્કારના ઓફ શોલ્ડર બ્લાઉઝને તમારી કોઈપણ સાદી સાડી સાથે પહેરી શકો છો.

બેલ્ટ વાપરો

સાડીને આધુનિક ટચ આપવા માટે તમે બેલ્ટનો પણ ઉપયોગ કરી શકો છો. આ પ્રકારના બેલ્ટ આજકાલ ટ્રેન્ડમાં છે જે તમારા લુકને વધું સુંદર બનાવે છે.

ધોતી સ્ટાઈલ સાડી

જો તમે સાડીને અલગ રીતે પહેરવાનું વિચારી રહ્યા છો, તો તમે આ પ્રકારની ધોતી સ્ટાઈલની સાડી અજમાવી શકો છો. તમને ઇન્ટરનેટ પર તેને પહેરવાની રીત સરળતાથી મળી જશે.

જેકેટ કરીને પહેરો

રોયલ અને આધુનિક હેખાવ માટે તમે સાડી સાથે જેકેટને પહેરી શકો છો, તમે તમારી સાડી સાથે આ પ્રકારના ફ્લાવર સ્લીવ્ઝ જેકેટ પહેરી શકો છઓ.

પ્રી-સ્ટિચ્ડ સાડી

આ પ્રકારની સાડી બજારમાં સરળતાથી મળી રહેશે, જો તમે સાડી કેવી રીતે પહેરવી તે નથી જાણતા, તો પ્રી-સ્ટીચ કરેલી સાડી તમારા માટે બેસ્ટ રહેશે.

હાફ સાડી સ્ટાઈલ

સાડીને આસાનીથી આધુનિક લુક આપવા માટે તમે અડધી સાડીને ટાઈટ્સની ઉપર લપેટી શકો છો અને પલ્લા મૂકી શકો છો. આ લૂકમાં તમે ખૂબ જ સ્ટાઈલિશ દેખાશો.

સ્ટાઇલિશ ક્રોપ ટોપ પહેરો

જો તમે કંઈક અલગ સ્ટાઈલિશ ટ્રાય કરવા માંગો છો તો સાડીની સાથે ક્રોપ ટોપની સાથે પહેરી શકો છો. આ પ્રકારનો ટોપ તમને સાડીમાં ચાર ચાંદ લગાવી દેશે.

વાંચતા રહો

આ રીતે તમે પણ સાડીને માર્ડન લુક આપી શકો છો, સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાળ ખરતા અટકાવવા માટે તમારે આ 5 ફળોનું સેવન કરવું જોઈએ