ઢોસા તો તમે ખાધા જ હશે, પરંતુ તમે મેગી ઢોસા ટ્રાય નહીં કર્યા હોય આજે અમે તમને ઢોસાની યુનિક વાનગી બનાવવાની રીત જણાવીશું.
મેગી, ચોખાનો લોટ, રવો, ડુંગળી, ટામેટા, લીલા મરચાં, આદુ, ચિલી ફ્લેક્સ, મીઠું, મેગી મસાલા, કોથમીર, પાણી, તેલ અથવા બટર.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં મેગી નાખી ગ્રાઈન્ડ કરી પાઉડર બનાવી લો.
હવે એક બાઉલમાં મેગી પાઉડર, ચોખાનો લોટ, રવો ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં ઝીણા સમારેલ ડુંગળી-ટામેટા, મરચાની કટકી,આદુની પેસ્ટ, ચિલી ફ્લેક્સ મેગી મસાલા,કોથમરી અને પાણી ઉમેરીને બેટર બનાવી લો.
હવે તવો ગરમ કરી તેની પર તેલ ગ્રીસ કરી ચમચા વડે બેટર ફેલાવી દો.
તેની ઉપર એક ચમચી તેલ નાખી 2 મિનીટ સુધી ક્રિસ્પી ઢોસા બનાવી લો.
તૈયાર છે મેગી ઢોસાની રેસીપી તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.