Places in Rajasthan: આ સપ્ટેમ્બરમા રાજસ્થાન આ અદ્ભૂત અને સુંદર સ્થળોની મુલાકાત લ


By Smith Taral21, Aug 2024 02:57 PMgujaratijagran.com

રાજાઓના શહેર રાજસ્થાન તેના ભવ્ય મહેલો, કિલ્લાઓ સહિત તેના કલ્ચર અને ખાનપાનને લઈને વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. જો તમે તમારા ફ્રેન્ડસ કે ફેમીલી જોડે ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો રાજસ્થાનની આ જગ્યાઓની જરૂરથી મુલાકાત લઈ શકો છો

પુષ્કર

પુષ્કર શહેરમા તમે ભવ્યસરોવરો અને રણમાં કેમ્પિંગ વગેરેના આનંદ માણી શકો છો. વરસાદની મોસમમાં અહીં સૌથી વધુ ટુરીસ્ટ આવે છે

માઉન્ટ આબુ

આ હિલ સ્ટેશન પણ તમને ગરમીમાં રાહત અપાવે તેવું સ્થળ છે, આ સાથે અહીં સૂર્યાસ્તની મજા માણી શકાય છે. લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલા પર્વતો અને હરિયાળી ખૂબ જ સુંદર લાગે છે.

જયપુર

પિંક સિટી તરીકે ઓળખાતું શહેર જયપૂર પણ વેકેશનમાં માણવા માટેનું યોગ્ય સ્થળ છે. અહીંનો હવા મહેલ, જંતર-મંતર ત્યાનું આકર્ષણનું કેન્દ્ર છે.

ઉદયપુર

તમે સુંદર કિલ્લાઓ, મંદિરો, તળાવો અને મહેલોની ભવ્યતા જોવા માંગતા હોવ તો ઉદયપુર જઈ શકો છો આ જગ્યાને એક્સપલોર કરવૂું આનંદદાયક રહેશે.

જોધપુર

સન સિટી તરીકે પણ ઓળખવામાં આવતુ જોધપુર ઘણું જ સુંદર છે એ જોયા પછી તમને ઘરે પાછા ફરવાનું મન નહિ થાય.

અજમેર

તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે અજમેરની મુલાકાત પણ લઈ શકો છો. અહીં તમને ફરવા માટે ઘણી જગ્યાઓ મળશે.

બુંદી

બુંદીના પ્રવાસીઓનું સૌથી પ્રિય સ્થળ બની ગયું છે. અહીં આવેલા પ્રાચીન તળાવો અને કિલ્લાઓ ત્યાનું આકર્ષણનું કેન્દ્ર છે.

ચિત્તોડગઢ

ચિત્તોડગઢની સ્થાપના 734 એડીમાં પ્રતાપ સિંહ દ્વારા કરવામાં આવી હતી. અહીં તમને ઘણા કિલ્લાઓ જોવા મળશે

Beaches in Jamnagar: જામનગરના આ સુંદર બીચની મુલાકાત લો, તમારા પ્રવાસને વધુ આનંદદાયક બનાવશે