પતંગિયું તેની વિવિધ અને રંગબેરંગી પાંખો સાથે સુંદર દેખાય છે જેને મહેંદી ડિઝાઇનમાં સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. રંગબેરંગી બટરફ્લાય મહેંદીની ડિઝાઇન અને પેટર્ન હાલના ટ્રેન્ડમાં છે. ચાલો તો જોઈએ કેટલીક અવનવી બટરફ્લાય મહેંદી ડિઝાઇન જે તમે આવનારા કોઈ લગ્ન પ્રસંગે કરી શકો છો.
બટરફ્લાય ડિઝાઇન સ્પાઈરલ ડિઝાઇન જેવી હોય છે. ડીટેલ્ડ સ્ટ્રોક અને હેવી હેન્ડ મેડ ડીઝાઈન હાથના પાછળના ભાગને શણગારવા માટે બેસ્ટ છે.
આ દિવસોમાં કાંડા પરની ડિઝાઇન વધુ ફેશનેબલ બની રહી છે. જેઓ ટેટૂઝના શોખીન છે તેઓ આ ડીઝાઈન એ્ન્કલ પર કે કાંડા પર ટેમ્પરરી કરાવી શકે છે.
હાર્ટ શેપની આ ખૂબસૂરત બટરફ્લાય ડિઝાઇન છે. જે લોકોના પગ ટૂંકા અને ઘુંટણ સુધીના ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે તેઓ આ ડિઝાઇન કરાવી શકે છે
કાળી મહેંદીનો ઉપયોગ કરીને ગરદન પર બોલ્ડ સ્ટ્રોક સાથે એક સીમ્પલ અને એલિગન્ટ બટરફ્લાય આર્ટ બનાવી શકાય છે. આ ડિઝાઇન બન હેર અને ડીપ બેક નેક ડ્રેસ પર સુંદર લાગશે.
સિંગલ બટરફ્લાયનો ડિઝાઇન હિપ અથવા હાથ પર પણ કરી શકાય છે. આ ડિઝાઇન થોડી મિનિટોમાં ઘરે જ તમે બનાવી શકો છો.
હેના ડિઝાઇન હવે કલરમા પણ આવે છે. આ વાદળી રંગની હેના બટરફ્લાય ડિઝાઇન છે જે કાળી બોર્ડર પર સફેદ ટપકાં કરવામાં આવે છે.
આ સરળ અને કલાસી મહેંદી ડિઝાઇન રેગ્યુલર દિવસો અને પ્રસંગો માટે બેસ્ટ રહેશે.