સેવ ટામેટાની સબ્જી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi01, Mar 2024 11:17 AMgujaratijagran.com

સામગ્રી

ઘી,તેલ,રાઈ,જીરું,હિંગ,ડુંગળી,લીલા મરચા,લસણ,આદુ,હળદર,લાલ મરચું પાવડર,ધાણાજીરું પાવડર,ટામેટાં,મીઠું,ટામેટાની પ્યુરી,દહીં,ગરમ મસાલો,કસુરી મેથી,ખાંડ,કોથમીર,પાણી,સેવ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ ગેસ પર એક પેનમાં ઘી અને તેલ ગરમ કરી તેમાં રાઈ,જીરું,,હિંગ નાખીને સાંતળી લો.

સ્ટેપ- 2

હવે તેમાં ડુંગળી, લીલા મરચાં,લસણ-આદુ નાખીને ધીમી આંચ પર સારી રીતે સાંતળી લો.

સ્ટેપ- 3

હવે એક બાઉલમાં હળદર,લાલ મરચું,ધાણાજીરું પાવડર ઉમેરો અને જરૂર મુજબ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 4

હવે આ તૈયાર કરેલ મસાલાના મિશ્રણને પેનમાં નાખો અને ટામેટાં,મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને ઢાંકણ બંધ કરીને મધ્યમ તાપ પર 3-4 મિનિટ સુધી પકાવો.

સ્ટેપ- 5

હવે તેમાં ટામેટાંની પ્યુરી, પાણી નાખીને બરાબર મિક્સ કરી લો.ગ્રેવી થોડી ઠંડી થાય એટલે તેમાં દહીં ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

સ્ટેપ- 6

હવે ફરી ગેસ પર ગરમ કરો અને ગ્રેવીમાંથી તેલ અલગ થવા લાગે એટલે તેમાં ગરમ ​​મસાલો,કસુરી મેથી,ખાંડ અને પાણી ઉમેરીને 2 મિનિટ પકાવી લો.

સર્વ કરો

હવે તેમાં સેવ અને કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરો અને 1 મિનિટ પકાવીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આલુની અદ્ભુત સબ્જી બનાવવાની રેસીપી