આલુની અદ્ભુત સબ્જી બનાવવાની રેસીપી


By Vanraj Dabhi01, Mar 2024 10:17 AMgujaratijagran.com

શબ્જી બનાવવાની રીત

ભંડારામાં દરેક લોકોએ આ આલૂની શબ્જીનો ટેસ્ટ કર્યો હશે પરંતુ શું તેવી જ રેસીપી ઘરે બનાવવી છે, તો નોંઘી લો આ સરળ રીત.

સામગ્રી

બટાકા,જીરું,વરિયાળી,કાળા મરી,ટમેટા,આદુ-મરચા,તેલ,રાઈ,હિંગ,હળદર,લાલ મરચું,ધાણાજીરું,પાણી,મીઠું,કોથમરી.

સ્ટેપ- 1

સૌ પ્રથમ જીરું,વરિયાળી,કાળા મરીને એક મિક્સર જારમાં નાખીને પીસી અને એક તપેલામાં બટાકાને બાફી લો.

સ્ટેપ- 2

હવે તે જ મિક્સરજારમાં ટમેટા,આદુ-મરચા નાખીને સરસ પેસ્ટ બનાવી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,રાઈ,હિંગ,હળદર,લાલ મરચું અને તૈયાર કરેલ ટમેટાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટપ- 4

હવે તેમાં ધાણાજીરું અને તૈયાર કરેલ મસાલો ઉમેરી અને તેમાં બાફેલા બટાકા નાખીને અધકચરા ક્રસ કરીને ગ્રેવીમાં મિક્સ કરી લો.

ગાર્નિશ કરો

હવે તેમાં થોડું પાણી અને મીઠું ઉમેરીને પકાવીને કોથમરી ગાર્નિશ કરો.

સર્વ કરો

તૈયાર છે ભંડારા સ્ટાઈલ આલૂ શબ્જી,તમે તેને પુરી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જો તમે ડાયટ માટે સ્વાદિષ્ટ ડિશ શોધતા હોવ, તો આ પિસ્તા રેસીપી ટ્રાય કરો