દહીં, વાળ અને ત્વચા માટે ઘણું ફાયદાકારક માનવામા આવે છે. આજે આપણે જાણીશું દહીં ઉપયોગ કરવાની 6 અનોખી રીત જેનાથી તમારા વાળને ચમકાવી શકો છો.
દહીં અને મુલતાની માટીને મીક્સ કરીને એક હેર પેક તૈયાર કરી લો. આ પેકને વાળ અને તમારા સ્કાલ્પ ઉપર લગાવી તેને, 20-30 મિનિટ માટે છોડી દો, પછી ધોઈ લો. આ કરવાથી વધારાનું તેલ અને બાકી ગંંદકી દૂર થાય છે
દહીંને મધ સાથે મિક્સ કરીને હેર માસ્ક બનાવો. આ પેકને ભીના વાળ પર લગાવી 20-30 મિનિટ માટે છોડી દો, પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. આ વાળને મોઇશ્ચરાઇઝ્ડ અને કન્ડિશન્ડ રાખે છે
આમળા પાવડર સાથે દહીં મિક્સ કરી એક પેક બનાવી તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવી 30 મિનિટ સુધી રહેવા દો. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે વાળના સ્વાસ્થ્યને માટે ઘણો ફાયદાકારક રહે છે.
દહીંમાં નાળિયેરનું તેલ મેળવીને વાળ પર લગાવવો એક ઉત્તમ ઉપચાર છે. આ પેકને અડધા કલાક સુધી વાળ પર રહેવા દો, અને પછી તેને ધોઈ લો. આ માસ્ક વાળને મજબૂત બનાવે છે.
દહીંમાં લીંબુના રસના થોડા ટીપાં ઉમેરો અને વાળ પર હળવા હાથે ઘસો, તેને લગભગ 15-20 મિનિટ સુધી રાખો. લીંબુ ડેન્ડ્રફને રોકવામાં મદદ કરે છે અને સ્કાલ્પના pH લેવલને સંતુલિત કરે છે.
કોઈપણ હેર માસ્ક સીધા તમારા સ્કાલ્પ પર લગાવતા પહેલા હંમેશા પેસ્ટને ટેસ્ટ કરો. જો તમે કોઈપણ પ્રકારનો ડીસકમર્ફર્ટ અનુભવો છો, તો તેનો ઉપયોગ બંધ કરી દો.