જો તમને બ્લોટીંગની ઘણી સમસ્યા રહેતી હોય તો તમે કેટલાક ઘરેલું ઉપચાર અજમાવી શકો છો. આ ઉપાયો તમને પાચનનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરશે.
કેમોમાઈલ અને પેપરમીન્ટ ટીમાં એન્ટી-ઈન્ફાલામેટરી પ્રોપર્ટીંઝ રહેલી હોય છે જે પાચનને સારું કરવામાં મદદ કરે છે. જમ્યા પછી આ ચા પીવાથી તમને બ્લોટીંગમાં રાહત મળશે અને તમારા પેટને પણ શાંત કરશે.
તમારા ડાયેટમા કેફીર, દહીં અને ફર્મન્ટેડ ફુડનો સમાવેશ કરો. પ્રોબાયોટીક તમારા પેટના આરોગ્યને સુધારે છે અને બ્લોટીંગની સમસ્યા દૂર કરે છે.
આદું ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને ઈન્ફાલામેશનને ઘટાડે છે. તમારા ભોજનમાં તાજા આદુનો સમાવેશ કરો, તમે જીજંર ટી પણ પી શકો છો જે તમને બ્લોટીંગમા રાહત આપે છે અને તમારા પેટના સ્વાસ્થ્યને સારુ કરે છે.
જમ્યા પછી વરિયાળીને ચાવીને ખાવાથી બ્લોટીંગમા રાહત મળે છે, વરિયાળીમાં કાર્મીનેટીવ પ્રોપર્ટીઝ રહેલી હોય છે જે તમારા ડાયજેસ્ટીવ ટ્રેક મસલ્સલને આરામ આપવામા મદદ કરે છે.