ઘણી ખાવાની વસ્તુ એવી હોય છે જેનુ સેવન કરવાથી કિડની પર તેની ખરાબ થાય છે. તો આવી વસ્તુઓને તમારી ડાયટમા સામેલ કરવાથી બચવુ જોઈએ.
આજકાલ લોકો મસાલેદાર ખાવાનુ પસંદ કરતા હોય છે. જે કિડની માટે નુકસાનકારક હોય છે. તેથી કિડનીને સ્વસ્થ રાખવા માટે તમારે ખાનપાનની આદતો પર ધ્યાન આપવુ જરુરી છે.
કિડની શરીરમા રહેલા હાનિકારક પદાર્થોને યુરીન મારફતે બહાર નીકાળે છે. કિડનીમા સમસ્યા પેદા થતા હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.
જો તમને ભૂખ ન લાગે, યુરીન ન આવે અથવા તો ચિડિયાપણુ વધતુ જણાય તો તે કિડનીની સમસ્યાના લક્ષણો હોય શકે છે. આ લક્ષણોને ક્યારેય ટાળો નહીં.
મીઠામા આયોડીનની માત્રા વધુ હોય છે અને તેના વધારે માત્રામા સેવન કરવાથી તેની ખરાબ અસર કિડનીની સમસ્યા થઈ શકે છે. જેથી મીઠાને પર્યાપ્ત માત્રામા જ ખાવુ જોઈએ.
વધારે માત્રામા ડેયરી પ્રોડક્ટ્સનુ સેવન કરવાથી કિડનીમા સમસ્યા પેદા થઈ શકે છે. તેથી દૂધ, પનીર, બટર જેવી ડેયરી પ્રોડક્ટ્સનુ સેવન વધારે માત્રામા કરવાથી બચવુ જોઈએ.
જો તમે વધારે માત્રામા આલ્કોહોલનુ સેવન કરો છો તો તમારી કિડની ખરાબ થવાની શક્યતા વધી જાય છે. તેની અસર મગજ પર પણ જોવા મળે છે.
સોડામા ઉચ્ચ માત્રામા શુગર હોય છે અને પોષકતત્વો હોતા નથી. તેને પીવાથી વજનમા વધારો થાય છે અને સાથે કિડની માટે પણ નુકસાનકારક છે.
સામાન્ય રીતે લોકો તળેલા બટાકા માથી બનેલી ચિપ્સને ખાવાનુ પસંદ કરે છે. તળેલા બટાકા માથી બનેલી ચિપ્સને ખાવાથી તેની ખરાબ અસર કિડની પર જોવા મળે છે.