સામાન્ય રીતે ઠંડીમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમા ઘટાડો થાય છે. આ કારણે શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યા લોકોનો માથાનો દુખાવો બને છે.રોગ પ્રતિકારક શક્તિમા ઘટાડો થતા આવી બીમારીઓનો સામનો કરવો પડે છે.
ઠંડીમા શરીરને સ્વસ્થ રાખવા માટે તમે રોજ ખજૂરનુ સેવન કરી શકો છો, તેમા રહેલા પોષકતત્વો શરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે.
ખજૂરનુ સેવન કરવાથી ઠંડીમા શરીર ગરમ રહે છે. તેને રોજ ખાવાથી શરીરમા રોગ પ્રતિકારક શક્તિમા વધારો થાય છે.
ખજૂરને પોષકતત્વોનો ખજાનો માનવામા આવે છે. તેમા કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયરન અને ઘણા અન્ય પોષકતત્વો પણ રહેલા છે. જે સારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.
ઠંડીમા ખજૂરનુ સેવન કરવાથી શરદી અને તાવથી છૂટકારો મળે છે. રોજ દૂધમા 2-3 ખજૂર નાખીને તેનુ સેવન કરો.
ખજૂરના સેવનથી શરીરને એનર્જી પ્રાપ્ત થાય છે, રોજ ખજૂરને ખાવાથી શરીરને તાકાત મળે છે, જેથી શરીરથી દુબળા વ્યક્તિને ખજૂર ખાવાની સલાહ આપવામા આવે છે.
જે લોકોનુ વજન ઓછુ હોય છે અને તેને વધારવા માંગે છે તો ખજૂર તે લોકો માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે. વજન વધારવા માટે રોજ 3-4 ખજૂરનુ સેવન કરો.
પાચન સંબઘિત સમસ્યાઓના ઈલાજ માટે ખજૂર મદદરુપ થાય છે. તેમા રહેલુ ફાઈબર કબજિયાત, અપચા અને ગેસની સમસ્યામા ફાયદાકારક છે.