આજના સમયમા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી અનેક લોકો પીડાય છે. તેનુ કારણ આજની ભાગદોડ ભરેલી જીવનશૈલી તથા વધતો વર્કલોડ છે.
સામાન્ય રીતે લોકો બ્લડ પ્રેશરની સમસ્યા માથી રાહત મેળવવા માટે દવાઓનો ઉપયોગ કરે છે. જોકે દવાઓ સિવાય પણ કેટલીક નેચરલ વસ્તુઓનુ સેવન કરવાથી આ સમસ્યામા રાહત મળી શકે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવા માટે આ વસ્તુઓનુ સેવન કરવુ જોઈએ. જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ચલો જાણીએ એ વસ્તુઓ વિશે.
આદુનુ સેવન કરવુ બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવા માટે ફાયદાકારક છે. તેમા એંટી ઈફ્લેમેટરી અને એંટી ઓક્સીડેંટ જેવા ગુણો રહેલા હોય છે. તેનાથી લોહીનુ પરિભ્રમણ સુધરે છે અને સ્નાયુઓને આરામ મળે છે.
બ્લડ પ્રેશરની સમસ્યામા ઈલાયચીનુ સેવન કરવાથી ફાયદો મળે છે. તેનાથી તણાવમા પણ રાહત મળે છે. રોજ ઈલાયચીને ચાવવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમા રહે છે.
લસણમા ઔષધિય ગુણો રહેલા હોય છે. લસણથી હાર્ટની હેલ્થ સારી રહે છે સાથે બ્લડ પ્રેશર નિયંત્રણમા રહે છે. લસણમા રહેલા પોષકતત્વો લોહીના પરિભ્રમણને સુધારે છે જેથી ધમનીઓ પર દબાવ ઓછો પડે છે.
બ્લડ પ્રેશરની સમસ્યામા રોજમેરી ખાવાથી ફાયદો મળે છે. તેનાથી લોહીનુ પરિભ્રમણમા સુધારો થાય છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.
ગુડહલની ચા બ્લડ પ્રેશરની સમસ્યામા ફાયદાકારક છે. બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખવા માટે રોજ ગુડહલની ચાનુ સેવન કરો.